સુરત પોલીસ નકલી ઘી બનાવવાનું ગોડાઉન ઝડપ્યું; 4 લોકોની ધરપકડ

ગુજરાત
ગુજરાત

સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકોની ટોળકી ને પકડી પાડવામાં આવી છે. સુરતમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે આ કેસમાં ચાર શખ્સોને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના ડભોલીમાં નકલી ઘી બનતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે ગભોલીમાં આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.તપાસ કરતા આ ગોડાઉનમાં સુમુલના નામે નકલી ઘી બનતું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ કરાતા ડુપ્લીકેટ ઘી બનાવવાનો માસ્ટર માઈન્ડ પ્રતિક ઠક્કર હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને સાધન સામગ્રી કબજે કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.