સુરત : હેર સલૂન બંધ કરાવાયા, હેર સલૂન સંચાલકનો પોઝિટિવ કેસ નોંધાતા કાર્યવાહી
સુરત. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૪૪૨ પર પહોંચી ગયો છે. જેમાં સુપર સ્પ્રેડરની સંખ્યા ૭૬ જેટલી થઈ ગઈ છે. જેમાં શાકભાજી-ફ્રુટ, કરિયાણા, ડેરી અને હેર સલૂનના દુકાનદારોનો પણ સમાવેશ થાય છે. જેથી ચાની લારી, પાન-માવાના ગલ્લા અને હેર સલૂન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજે અઠવા ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેર સલૂન બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.