વ્યાજખોરોથી ત્રાસી ગયેલા એલ.આઈ.સી.એજન્ટનો આપઘાત

ગુજરાત
ગુજરાત

મૂળ મેઘપુર હાલ જુનાગઢ ખાતે રહેતા અને એલઆઈસી સહિતની કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા ભરતભાઈ લાભશંકર કેલૈયા (ઉ.57)એ વ્યાજખોરોથી ત્રાસી જુનાગઢ કાળવા ચોકમાં આવેલ તેમની જુની ઓફીસમાં ઝેરી દવા પીને જીવનનો અંત આણી દીધો હતો. મહત્વનું છે કે, દોઢ મહિના પછી તો દીકરીના લગ્ન લેવાના હતા. પરંતુ એ પહેલાં જ પિતાએ આપઘાત કરતાં પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.

મળતી વિગત મુજબ, ફરીયાદી મૃતક ભરતભાઈ લાભશંકર (પોપટભાઈ)ના પત્નિ સ્મીતાબેન ભરતભાઈ (ઉ.48) રે. નહેરૂ પાર્ક સોસાયટી નિલકંઠ એપાર્ટમેન્ટ બ્લોક નં.103એ એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં તેમના પતિ ભરતભાઈ લાભશંકર કેલૈયાએ આરોપી પ્રફુલ ચોથાણી પાસેથી રૂા.75000 માસીક બે ટકાના વ્યાજે લીધા હતા. આરોપી કિશોર કણસાગરા પાસેથી રૂા.3,90,000 માસીક બે ટકા રે.બન્ને નહેરૂ પાર્ક વાળા પાસેથી લીધા હતા.

ઉપરાંત મૃત ભરતભાઈ કેલૈયાના ગામના રહીશ રેખાબેન લખલાણી પાસેથી રૂા,2,00,000 લાખ માસીક 3 ટકા વ્યાજેથી આપેલા. આરોપી રાજુ મોદી પાસેથી રૂા.50,000 હજાર માસીક 10 ટકા વ્યાજે અને આરોપી જીગ્નેશ મોદી પાસેથી 1,15,000ની રકમ 10 ટકા વ્યાજે લીધેલા હોય જેનું વ્યાજ ચુકવવા છતાં આ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા. જેથી મરવા મજબુર કરતા ભરતભાઈ કેલૈયાએ ગત તા.29-12-2023ના કાળવા ચોકમાં આવેલ પોતાની જુની ઓફીસમાં ઝેરી દવા પીને જીવ આપી દીધો હતો.

પોલીસે ઘટના સ્થળેથી મૃતક ભરતભાઈનો થેલો તેમાં રહેલી રોકડ રકમ, મોબાઈલ તેમજ ભરતભાઈએ મરતા પહેલા લખેલી ચીઠ્ઠી (પત્રો) તેમના ભાઈ પત્નીને ભલામણ-પત્ર પોલીસ અધિકારીને લખેલ પત્રમાં વ્યાજખોરોના નામો, વ્યાજની રકમ વ્યાજના દર વિગેરે વિગતો લખેલી મળી આવતા એ ડીવીઝન પોલીસે તેના આધારે આ તમામ આરોપીઓને દબોચી લીધાનું જાણવા મળેલ છે.મળતી વિગત મુજબ બનાવના સ્થળે મૃતક ભાઈનું સ્કુટર મળી આવેલ પરંતુ તેની ચાવી કે ઘરની ચાવી હજુ મળી નથી. મૃતક ભરતભાઈને સંતાનમાં બે પુત્રી છે. મોટી દિકરીની સગાઈ વડોદરા બાજુ કરવામાં આવેલ છે, જેમના એક દોઢ માસ બાદ લગ્નનું નકકી કરવામાં આવેલ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.