‘હોસ્ટેલમાં ગમતું નથી, જમવાનું ભાવતું નથી’ ચીઠ્ઠી લખી વિદ્યાર્થીએ ટુંકાવ્યું જીવન

ગુજરાત
ગુજરાત

ભાવનગર જિલ્લાના તળાજાના દીનદયાળ નગરમાં રહેતા પરિવારના પંદરવર્ષીય બાળકે ઘરે એકલો જ હોય ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો છે. આ બાળકની એક સ્યૂસાઈડ નોટ સામે આવી છે જેમાં પોતે જે ખાનગી હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં ગમતું ન હતું એટલે અંતિમ પગલું ભરેલ છે અને તેની પાછળ દોષિત કોઈ નથી.

મળતી વિગતો મુજબ અહીંના દીનદયાળ નગરના મૂળ રહીશ હરેશભાઇ ખોડાભાઈ પરમાર પોતાના દીકરા પારસ (ઉ.વ.આ.15)ને અહીંની ખાનગી સ્કુલમાં અભ્યાસ અને હોસ્ટેલ રહેવા માટે દાખલ કરેલ હતો. હરેશભાઇ હાલ પરિવાર સાથે સુરત ધંધાર્થે સ્થાઈ થયા છે. પંદર વર્ષીય પારસ એ ઘરે એકલતાનો લાભ લઇ ગળેફાંસો ખાઈ લેતા પાડોશી પ્રવીણ બગડા હોસ્પિટલ લાવતા તબીબે મૃત જાહેર કરેલ હતો.

મૃતકના કાકા મનોજભાઈ ખોડાભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે હાલ તેઓ નજીકના સથરા ગામે રહે છે. સાતમ આઠમની રજા હોય ભત્રીજો પારસ વિવેકાનંદ સ્કુલમા હોય ઘરે સથરા આવેલ. બાદ તળાજાના દીનદયાળ નગર ખાતે ઘર હોય બપોરે પાડોશીના ઘરે એકલતાનો લાભ લઈને જીવનનો અંત લાવી દીધેલ છે. તેની પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી છે. જેમાં સૌથી ઉપર મૃતકે પોતાનું નામ લખ્યું છે. પોતાના મોત પાછળ કોઈ જવાબદાર નથી. કાકા કાકી એ ખૂબ સાચવ્યો છે. પોતાને હોસ્ટેલમા ગમતું ન હતું. મને ખાવાનું ભાવતું ન હતું. ગુરુવારે તો મહેંદીના કોનની વાશ આવતી હોય તેવું લાગતું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.