સૌરાષ્ટ્રમાં મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી, જામગર, અમરેલી, મહુવા, રાજુલા, દ્વારકામાં ખાબક્યો વરસાદ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા એક મહિના સુધી વરસાદ થયો ન હતો ત્યારે રાજ્યમાં ફરી એકવાર  મેઘરાજા જાણે વેકેશન ગાળી ફરી જમાવટ કરવા આવી ગયા છે. જેમા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં હેત વરસાવી રહ્યા છે. શુક્રવારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. ભાવનગરના મહુવા સહિતના ગ્રામ્ય વિસ્તરામાં ધોધમાર વરસાદ પડ્યો. જામનગરના કાલાવડ તેમજ આસપાસના ગામોમાં પણ એક ઈંચ સુધી વરસાદ નોંધાયો. આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, રાજુલામાં પણ વરસાદ પડ્યો.

દ્વારકાના ખંભાળિયા સહિત વિસ્તારોમાં કાચા સોના સમાન સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો સંચાર થયો છે અને પાકને જીવતદાન મળ્યુ છે. આ તરફ વડોદરામાં પણ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. તો સુરત, માંગરોળ અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.