ધો.૧૨ સાયન્સ રિઝલ્ટ : અમદાવાદમાં દીપ આજોલાએ ટોપમાં સ્થાન મેળવ્યું,

ગુજરાત
ગુજરાત

અમદાવાદ. ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે જેમાં અમદાવાદ શહેરનું ૭૪ ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદના મેઘાણીનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા દિપ આજોલા નામના વિદ્યાર્થીએ અમદાવાદમાં ટોપમાં સ્થાન મેળવ્યું છે. દિપે ૯૯.૯૪ ટકા પર્સેન્ટાઇલ છે અને ૯૦.૬૪ ટકા મેળવ્યા છે. દિપની મોટી બહેન એલજી હોસ્પિટલમાં ડોકટર છે ત્યારે પરિવાર હવે ઘરમાં દીપને બીજા ડોકટર તરીકે જોવા માંગે છે. લોકડાઉન હોવાના કારણે માતાપિતા દીપને રૂબરૂ આશીર્વાદ આપવા આવી શકયા ન હતા જેથી તેઓએ વીડિયો કોલ પર આશીર્વાદ આપ્યા હતા.

મેઘાણીનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા દિપના પરિવારમાં માતા- પિતા, દાદી અને ત્રણ બહેનો છે. દીપ અમદાવાદમાં ત્રણ બહેનો અને દાદી સાથે રહે છે. માતા બનાસકાંઠાના ડીસામાં શિક્ષિકા છે જેથી માતા અને પિતા ડીસા રહે છે. પિતા ત્યાં અગરબત્તીનો વ્યવસાય કરે છે. દીપની મોટી બહેન આરજુ આજોલા એલજી હોસ્પિટલમાં ડોકટર છે, બીજા નંબરની બહેન સિવિલ હોસ્પિટલમાં નર્સ છે જ્યારે નાની બહેનને ૧૨ સાયન્સમાં ૬૦ ટકા આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.