રાજ્યમાં ‘ચોમાસા’ની વિધિવત્‌ આગમન : વરસાદ ધુંઆધાર

ગુજરાત
ગુજરાત

કેરળમાં આ વખતે ચોમાસું ૧ જૂનના રોજ સમયસર પહોંચ્યાના. બે સપ્તાહમાં મેઘરાજાએ ગુજરાતમાં પણ સમયસર પધરામણી કરી હોય તેમ અમદાવાદ સહિત લગભગ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ હોવાના દ્રશ્યો સર્જાયા હતા. સમયસર વરસાદ આવી પહોંચતા જગતના તાત એવા ખેડૂત આલમમાં પણ ખુશીની લહેર જાવા મળી હતી. અમદાવાદ, સૌરાષ્ટ, મધ્ય ગુજરાતમાં વડોદરા-દાહોદ વગેરેમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં તો આજે વહેલી સવારે શહેરમાં વીજળીના કડાકા-ભડાકાની સાથે જારદાર પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રવિવારે સવારે પડેલા વરસાદ સાથે સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું હોય તેમ જનમાનસમાં છાપ જાવા મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ, ખેતરો સહિતની જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.
સૌરાષ્ટÙ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્્યતા હવામાન વિભાગે દર્શાવી છે. સાથે સાથે મધ્ય ગુજરાતમાં આગામી ૪૮ કલાક વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા અને સુરતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે.
ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદની શક્્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટમાં ૫ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ધંધુકામાં ૪ ઈંચ વરસાદ, ખેડામાં ૨ અને ગઢડામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. દહેગામમાં ૩ ઈંચ વરસાદ નોધાયો છે. સાબરકાંઠાના તલોદમાં ૨.૪ અને અમદાવાદના સિટી વિસ્તારમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારબાદ કચ્છ, વલસાડ, સુરત, આણંદ, અરવલ્લી, છોટા ઉદેપુર, મહેસાણા સહિતમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વર્સ્યો છે. કચ્છમાં નખત્રાનામાં સૌથી વધુ ૪૯ મી.મી વરસાદ પડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.