એસ.ટી બસમા કાર્ડ સ્વાઈપ કરી ટીકીટ લઈ શકાશે
એસ.ટી.બસમાં મુસાફરી કરતી વખતે રોકડા પૈસા આપી ટીકીટ લેવાની ઝંઝટમાંથી મુકિત મળશે.આમ પીઓએસ મશીનમાં ક્રેડીટ-ડેબીટ કાર્ડથી પ્રવાસીઓ ટીકીટ લઈ શકશે.આ સાથે કેશમાં પણ ટીકીટ લેવાનો વિકલ્પ ખુલ્લો રહેશે.આમ આ નવી સીસ્ટમથી છુટાની ઝંઝટમાંથી કંડકટર અને મુસાફર બન્નેને મુકિત મળશે.વર્તમાન સમયમા પીઓએસ મશીનથી શોપીંગ મોલ કે અન્ય નાની મોટી દુકાનોમાં ખરીદ વેચાણ થાય છે.ત્યારે આગામી દિવસોમાં એસ.ટી.બસોમાં કેસલેસ ટીકીટની સેવા શરૂ થઈ જશે.પ્રાયોગીક ધોરણે 100 બસોમાં પાયલોટ પ્રોજેકટ લાગુ થશે.ત્યારબાદ તમામ બસોમાં લાગુ થશે.આ નવી સુવિધાથી જીએસઆરટીસીની બસમાં છુટા પૈસાની ઝંઝટમાંથી મુકિત મળશે.