ધો. 10 નાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો

ગુજરાત
ગુજરાત

ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ દ્વારા ધો.10 ની બોર્ડની પરીક્ષામાં ઓનલાઇન રજીસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. 2024માં યોજાવા જઇ રહેલી ધો. 10ની પરીક્ષા માટે તારીખ 12 ડિસેમ્બરથી લેઇટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જેમાં 2 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારાશે.

મળતી માહિતી અનુસાર 3 તબક્કામાં લેઇટ ફી સાથે થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવશે. જેમાં પ્રથમ તબ્બકામાં તારીખ 12/12/2023 થી 21/12/2023 સુધી લેઇટ ફી રૂ. 250/- સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. દ્રિતીય તબક્કામાં તારીખ 22/12/2023 થી 01/01/2024 સુધી લેઇટ ફી રૂ. 300/- સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. તૃતીય તબક્કામાં તારીખ 02/01/2024 થી 02/01/2024 સુધી લેઇટ ફી રૂ. 350/- સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.