રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડ-બજારો સ્વયંભૂ બંધ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : રાજ્યમાં કોરોના ચેપના ફેલાવાની ઝડપ વધી છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં દરરોજ ૯૦૦થી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાના વધી રહેલા ફેલાવાને પગલે લોકો હવે સ્વયંભૂ બંધ પાળવા લાગ્યા છે. જેને પગલે ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડોએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જેમાં એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટિંગ યાર્ડ પણ આજથી બંધ રહેશે. આ ઉપરાંત અનેક ગામ-શહેરની બજારોઓ પણ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.
મહેસાણામાં સતત વધી રહેલા કેસને પગલે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટિંગ યાર્ડ સોમવારથી બંધ રહેશે. વેપારીઓ દ્વારા ૨૫મી તારીખ સુધી બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહેસાણાના ઊંઝાનું માર્કેટિંગ યાર્ડ જ નહીં પરંતુ ઊંઝા બજાર પણ આજથી સંપૂર્ણ બંધ રહેશે. આજથી શરૂ કરીને સાત દિવસ સુધી એટલે કે ૨૭ તારીખ સુધી બજાર બંધ રહેશે.ઊંઝા પાલિકા તરફથી વેપારીઓને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના પગલે વેપારીઓએ સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.