દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં હળવો વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સતત પાંચમા દિવસે હળવો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં 10 તાલુકામાં 1 મીમીથી લઈને 1 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે.
સાઉથ ગુજરાત ઉપર દરિયાઇની સપાટીથી 2.1 કિ.મી ઉપર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ હોવાથી આજે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે બંગાલની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરથી 13થી 15 જૂન વચ્ચે ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ લો પ્રેશરથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદની આગાહીથી ઉકાઇ ડેમમાં પાણીની નવી આવક પણ શરૂ થઇ જશે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. 10 તાલુકામાં 1 મીમીથી લઈને 1 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. હળવા વરસાદના પગલે આહલાદક વાતાવરણ સર્જાયું છે.