આગામી 48 કલાક દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં લો પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ આજથી 5 દિવસ એટલે કે 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવમાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17થી 21 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, કચ્છ, આણંદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનાગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર અને અમરેલી, દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 7 ઈંચ વરસાદ સુરત જિલ્લાના માંડવીમાં નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના તાલાલામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વધઈ, જામનગરના જોડિયા, નવસારીના વાંસદા અને તાપીના વાલોદમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલી, મહુવા અને ચોર્યાસી, બનાસકાંઠાના અમીરગઢ, ડાંગના આહવા, તાપીના વ્યારામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના પાલસણા, નવસારીના ચીખલી તથા નવસારી અને તાપીના સોનગઢમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.