વરસાદના પગલે રાજ્યના કેટલાક વિસ્તારને અપાયું એલર્ટ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કારતક મહીનામાં અષાઢ મહિના જેવું અનુભવાઈ રહ્યું છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા વધારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેથી ખેડુતોમાં ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં ગઈકાલથી વરસાદની શરુઆત થઈ છે. આજે વહેલી સવારથી હળવા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડુતોમાં ચિંતા વધી છે.

હવામાનની આગાહી અનુસાર 25 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમુક વિસ્તારમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તાપી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.