હાર્દિક પટેલના આગમન સમયે સામાજિક કાર્યકરે કાળા વાવટા ફરકાવ્યા, કોંગ્રેસના કાર્યકરોને માર મારીને પોલીસને સોંપ્યો

ગુજરાત
ગુજરાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે વડોદરાની મુલાકાતે છે. હાર્દિક પટેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શ કરવા માટે પહોંચ્યા ત્યારે વડોદરાના સામાજિક કાર્યકર સંજય પંચાલે કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે કોંગ્રેસના કાર્યકરોએ તેના માર મારીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરી હતી. આ પહેલા હાર્દિક પટેલના વડોદરામાં આગમનથી કલમ ૧૪૪ ભંગ થવાની શક્યતા હોવાથી સામાજીક કાર્યકર સંજય પંચાલે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને હાર્દિક પટેલને વડોદરામાં પ્રવેશવા નહીં દેવા માંગ કરી હતી.

વડોદરા નજીક સાંકરદાના સામાજિક કાર્યકર સંજય પંચાલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ પર રાજદ્રોહ જેવા ગુના દાખલ થયેલા છે. ૨૦૧૫માં કોંગ્રેસ સાથે મળી પાટીદાર અનામત આંદોલન કરીને ૧૪ પાટીદાર દિકરાઓનો ભોગ લીધો અને ગુજરાતની શાંતિ ડહોળાઈ હતી અને જો હાર્દિક પટેલ વડોદરાની મુલાકાત લેશે તો કલમ ૧૪૪નો ભંગ થવાની પુરેપુરી શક્યતા છે અને જો હાર્દિક પટેલને પ્રવેશ આપવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સામાજીક કાર્યકર સંજય પંચાલે ઉચ્ચારી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ બપોરે ૧૨ કલાકે કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા-અર્ચના કર્યાં બાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે સંજયનગરના વિસ્થાપિતો મળીને તેમની સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે યોજના ઘડી રહ્યા છે, જ્યારે વડોદરામાં હાલ સંજયનગરના રહીશોને ટેકો આપી શહેર કોંગ્રેસ ભાજપને ઘેરવાની કોશિશ કરી રહી છે, ત્યારે હાર્દિક પટેલની સંજયનગરના રહીશો સાથેની મુલાકાત શહેર ભાજપ માટે કોઈ મુશ્કેલીઓ પેદા કરે છે કે કેમ તે ચર્ચાનો વિષય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.