વડોદરામાં રેલવે ઓવરબ્રિજની કામગીરામાં સ્લેબ ધરાશાયી થતા દોડધામ

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન બ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. દુર્ઘટના સમયે રેલવે ફાટક ખુલ્લું હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જ્યારે રેલવે ઓવરબ્રિજ પાસે પહોંચી ત્યારે રેલવે ઓવરબ્રિજની કામગીરી કરી રહેલા કામદારો કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના કામગીરી કરી રહ્યા હોવાનુ જોવા મળ્યું હતું.વડોદરાના માણેજા વિસ્તારમાં મકરપુરા રેલવે સ્ટેશન પાસે હાલ રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન સોમવારે બ્રિજનો સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બ્રિજનો સ્લેબ અચાનક જ ધરાશાયી થયો હતો. જેને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બાજુમાં આવેલી એક દુકાનમાં બેઠેલી મહિલા પર સ્લેબનો તાજો બનાવેલો માલ પડ્યો હતો. જેથી મહિલાને સામાન્ય ઈજા થઈ હતી.


આ દુર્ઘટના બની ત્યારે રેલવે ફાટક ખુલ્લું હતું જેથી બ્રિજ પાસે કોઈ વાહનો ઉભા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ સ્લેબની કામગીરી ચાલી રહી હતી, તે સમયે જો રેલવે ફાટક બંધ હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. સદનસીબે બ્રિજની ઉપર કામગીરી કરી રહેલા મજૂરોનો પણ બચાવ થયો હતો અને નીચે પણ કોઈ વ્યક્તિ ઊભું ન હોવાથી દુર્ઘટના ટળી ગઈ હતી. ઓવરબ્રિજ પાસે પહોંચી, ત્યારે ત્યાં કામગીરી કરી રહેલા મજૂરો કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના કામગીરી કરી રહ્યા હોવાનું જણાય આવ્યું હતું. કામદારોએ સેફ્ટી બેલ્ટ પહેર્યા નહોતા કે હેલ્મેટ પણ પહેર્યું નહોતું અને કામદારો બ્રિજ પર જીવના જોખમે કામગીરી કરી રહ્યા હતા, કેટલા કામદારો કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના બ્રિજ પર ચડતા જોવા મળ્યા હતા, ત્યારે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.સ્થાનિક મહિલા શીતલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે આ દુર્ઘટના બની, ત્યારે અમે અમારા ઘર પાસે બેઠા હતા, જેથી અમે દોડીને બ્રિજ પાસે પહોંચી ગયા હતા. આ સમયે બ્રિજ નીચે કોઈ ઊભું ન હોવાથી દુર્ઘટના ટળી ગઈ હતી જોકે, બ્રિજ નીચેથી કોઈ પસાર થઈ રહ્યું હોય તો દુર્ઘટના થવાની શક્યતા હતી.આ બાબતે વડોદરા કોર્પોરેશન અને રેલવે વિભાગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોઈનો સંપર્ક થઈ શકે નહોતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.