રાપરના સર્કિટ હાઉસ પાસેથી ખનીજ વિભાગ દ્રારા ઓવરલોડ ખનીજનું પરિવહન કરતા છ વાહનો ઝડપી પાડ્યા

ગુજરાત
ગુજરાત

વાગડ વિસ્તારના રાપર તાલુકા આવેલા ધુડખર અભ્યારણ્ય અને સરકારી પડતર જમીનમા બોગસ રોયલ્ટી પરથી બેફામ ખનીજ ચોરી થઈ રહ્યાની વ્યાપક ફરિયાદ છે.તો અનેક સ્થળે ખનીજ માફિયાઓ અધિકારીઓના વાહનોના લોકેશન મેળવી ખનીજ ચોરી કરી રહ્યાની આશંકા વચ્ચે રાપર તાલુકાના વિવિધ વિસ્તારોની કચ્છ કલેકટર અમિત અરોરાએ મુલાકાત લીધી હતી. દરમિયાન કલેકટર સાથેનો વહીવટી કાફલો ગત મોડી સાંજે પરત ફરતી વેળાએ જોવા મળેલા ઓવરલોડ ખનીજ ભરેલા વાહનો સામે પગલા લેવાની સૂચનાના પગલે સ્થાનિક તંત્ર દ્વારા આ પ્રકારના કુલ 6 વાહનોને પકડી વધુ તપાસ માટે પોલીસ હવાલે કરવામાં આવ્યા હતાં.

ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, રાપર મામલતદાર એ.એમ.પ્રજાપતિ ,નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત, ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર ખુશાલીબેન ગરવા સહિતની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ખનીજ ભરેલી છ ડમ્પરને બોગસ પરમીટ હેઠળ જપ્ત કરી રાપર પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. તંત્રની તપાસ કામગીરી દરમિયાન કુલ 7 વાહન અટકમાં લેવાયા હતા તે પૈકી 6 વાહન પાસે યોગ્ય પરમીટના અભાવે કાયદેસરની કાર્યવાહી અંતર્ગત કબ્જે લેવાયા હતા. અલબત્ત વગડ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરીની બુમરાડ વચ્ચે કલેકટરના આદેશ બાદ કરાયેલી કામગીરીથી ખનીજ માફિયાઓમાં ભય ફેલાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.