જુનાગઢ જિલ્લામાં સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર કાયમી શિક્ષકોની ભરતી કરવા માગ

ગુજરાત
ગુજરાત

જુનાગઢ જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે તાજેતરમાં ગુજરાતી માધ્યમમાં 2750 વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા આવનાર સમયમાં શરૂ થવાની છે. ગુજરાતના દરેક બાળકને ગુણવત્તાયુક્ત વિશ્વસ્તરીય શિક્ષણ મળે તે માટે દરેક માધ્યમની ગુજરાતી, હિન્દી, અંગ્રેજી,મરાઠી ઉર્દુ વિષયોની સરકારી શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી કરવી ખૂબ જરૂરી છે.સરકારનાં જાહેર કરેલાં આંકડા પ્રમાણે દરેક માધ્યમની દરેક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે, તેથી સરકાર શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રમાણે અને શાળાઓમાં મેહકમનાં આધારે વધારે થી વધારે પ્રમાણમાં TET 1/2 પાસ ઉમેદવારોની વિદ્યાસહાયક તરીકે અને TAT S અને HS પાસ ઉમેદવારોને શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે.તેમજ BED અને PTC કરનાર ઉમેદવારો છેલ્લા 7 વર્ષથી સતત પરીક્ષાની તૈયારી કરતા હતા. જે બાબતે ટેટ ટાટ ઉમેદવારોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એકવાર જો પરીક્ષામાં સફળ થઇ શકે તો માતા-પિતાનું સપનું પૂરું કરી શકે. મધ્યમ વર્ગના પરિવાર માટે સરકારી નોકરી એ એકમાત્ર આધાર છે. અને આ વખતે પરીક્ષામાં સફળ થાય તો માતા-પિતા અને સમાજને પોતાના દીકરા દીકરીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે.એકતરફ ઘરની જવાબદારી વધી રહી છે. અને સમય ઘણો ઓછો છે, માટે જો વર્ષ 2024માં ઉમેદવારો ને કાયમી શિક્ષકની નોકરી નહીં મળે તો વિદ્યાસહાયક ભરતીની વય મર્યાદા પણ પૂરી થઇ જશે. તેમજ આજના સમયમાં કમ્પ્યુટર એ ડિજિટલ યુગ નું એક અમુલ્ય અને અભિન્ન ભાગ છે છતાં, વર્ષો થી તેની ભરતી કરેલ નથી. ડિજિટલ ઈન્ડિયા નું સપનું સાકાર થઈ રહ્યું છે પણ શાળા માં બાળકો ને પાયાનું કમ્પ્યૂટર નું જ્ઞાન આપવું પણ એટલુજ આવશ્યક છે, જેથી તે આજ ના યુગ સાથે કદમ થી કદમ મિલાવી આગળ વધી શકે.વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ પણ વર્ષો થી ખાલી છે, ઉમેદવારો ની ઉંમર પણ હવે પૂરી થવાના ઉંબરે ઊભી છે, તેમની કાયમી ભરતીના થવી એ ભવિષ્ય સાથે પણ ચેડાં સમાન છે, આજે યોગા દિવસ ની વિશ્વભર માં ઉજવણીનું કેન્દ્ર ભારત છે.ત્યારે વ્યાયામ ને લઈ બાળકો ના માનસ પર સારી છાપ ઊભી કરનાર વ્યાયામ શિક્ષકો નહીં હોઈ તો કેવી રીતે ચાલશે ? કાયમી શિક્ષકો ની ભરતી કરવા માટે ટેટ ટાટ ઉમેદવારો જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી ભરતી પ્રક્રિયા કરવા માટે રજૂઆત કરી હતી.


ડાંગર હિતેષે જણાવ્યું હતું કે આજરોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે કાયમી શિક્ષકોની ભરતી કરવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. કારણ કે કાયમી શિક્ષકોને જે લાભો મળે છે તે જ્ઞાન સહાયકોને મળતા નથી. જ્ઞાન સહાયકની ભરતી 11 મહિનાના કરાર આધારિત હોય છે. જેમાં પગાર પણ સમયસર ચૂકવવામાં આવતો નથી. ત્યારે 40 વર્ષની વય મર્યાદા બાદ ટેટ ટાટ નો ઉમેદવાર શું કરી શકે.? અને 40 વર્ષ સુધી પણ શિક્ષકને ફિક્સ પગારની ચુકવણી કરવામાં આવે છે. ત્યારે આટલી મોંઘવારીમાં 21,000 માં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકાય ? પાંચ વર્ષથી ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા હતા. ત્યારે પાંચ વર્ષના સંઘર્ષ બાદ ટેટ ટાટ પરીક્ષા લેવામાં આવી હતી. અને તમામ ઉમેદવારો કાયમી શિક્ષક બનવા માટે પરીક્ષા આપી હતી. પરંતુ કાયમી ભરતીના બદલે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે. ત્યારે ટેટ ટાટ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે.બારીયા રશ્મિતાબેને જણાવ્યું હતું કે, આજે અમે સૌ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે અમારી એક જ માંગ છે કે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. હાલમાં ગુજરાતમાં 55,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. મે ટેટની તમામ પરીક્ષાઓ પાસ કરવા છતાં પણ હું હાલના સમયમાં બેરોજગાર છું. તેનું કારણ સત્તા પક્ષ અને શૈક્ષણિક વિભાગની બેદરકારી છે. આટલી જગ્યાઓ શિક્ષકો માટે ખાલી પડેલ હોવા છતાં પણ ભરતી કરવામાં આવતી નથી. તેના બદલામાં જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે જેનો ટેટ ટાટના ઉમેદવારો સખત વિરોધ કરે છે. આટલા વર્ષોની મહેનત બાદ પણ કાયમી નોકરી મળતી નથી. ભારતના ભાવિ એટલે કે રાષ્ટ્ર નિર્માણ માટે દરેક બાળકને યોગ્ય શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે કાયમી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.