વડોદરામાં ટેમ્પા ચાલકે ટક્કર મારતા સ્કૂલ રિક્ષા પલટી : બાળકો દબાયા

ગુજરાત
ગુજરાત

વડોદરામાં બાળકો ભરેલી સ્કૂલ રિક્ષાનો અકસ્માત નડ્યો છે. આરાધના સિનેમા રોડ પર આ બનાવ બન્યો હતો. સ્કૂલ રિક્ષાને પાછળથી ટેમ્પા ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતથી સ્કૂલ રિક્ષા પલટી ખાઇ ગઇ હતી અને બાળકો દબાયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક બાળકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં કેટલાક બાળકોને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માત બાદ ટેમ્પો પણ રોડ પર પલટ્યો હતો. ટેમ્પા ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.


આ ઘટના શહેરના આરાધના સિનેમા રોડ વિસ્તારની છે. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષાને અકસ્માત નડ્યો હતો. રિક્ષા પલ્ટી ખાતા શાળાના વિદ્યાર્થીઓ દબાયા હતા. પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટેમ્પાએ ટક્કર મારી હતી. ટેમ્પાની ટક્કર વાગતાં બાળકો ભરેલી રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં રિક્ષામાં બેઠેલા શાળાના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જનાર ટેમ્પો પણ પલટી મારી ગયો હતો. અકસ્માત પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા. રાહદારીઓએ રિક્ષા નીચે દબાયેલા બાળકોને બચાવ્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.