સૌ.યુનિમાં 26 કોર્સમાં પી.એચ.ડીની જગ્યા અંગે જુલાઈમાં એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે

ગુજરાત
ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં પાસ વિદ્યાર્થીને સીટ ન મળે તો બીજા વર્ષે ફરી પરીક્ષા આપવાના નિયમથી છાત્રોમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે.ત્યારે આ વર્ષે 26 કોર્સમાં પીએચ.ડી.ની 121 જગ્યા ખાલી છે.જેની એન્ટ્રન્સ ટેસ્ટ આગામી જુલાઈમાં યોજાશે.જેમાં કોમર્સમાં સૌથી વધુ 20,ફીઝીક્સમાં 14,માઈક્રોબાયોલોજીમાં 9,હિન્દીમાં 8, એજ્યુકેશનમાં 7,ગુજરાતી,કેમેસ્ટ્રી,આંકડાશાસ્ત્ર,અર્થશાસ્ત્રમાં 6-6,કાયદા અને ઈતિહાસમાં 4-4,સમાજશાસ્ત્ર,કમ્પ્યુટર સાયન્સ,મનોવિજ્ઞાન,ઇલેક્ટ્રોનીક્સ,અંગ્રેજીમાં 3-3 હ્યુમન રાઈટસ, બિઝનેસ મેનેજમેન્ટ,ફાર્મસી,તત્વજ્ઞાન,સંસ્કૃત,સોશ્યલ વર્કમાં 2-2,મેથેમેટિક્સ,એપ્લાયડ ફીઝીક્સ અને રૂરલ સ્ટડીઝમાં 1-1 સીટ પીએચ.ડી માટે ખાલી છે.જયારે પત્રકારત્વ અને પરર્ફોર્મિંગ આર્ટસ સહીતની ફેકલ્ટીમાં આ વખતે પીએચ.ડીની એક પણ જગ્યા ખાલી નહિ હોવાથી તેમાં એન્ટ્રન્સ ટેસ્ટ જ નહિ લેવાય. જેને કારણે છેલ્લા એક વર્ષથી મહેનત કરતા વિદ્યાર્થીઓની તૈયારી પર પાણી ફરી વળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.