સૌરાષ્ટ્ર – ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : ગીરના જંગલોમાં બે કલાકમાં ત્રણ ઇંચ

ગુજરાત
ગુજરાત

મહુવા : ગુજરાતમાં મેઘરાજા મહેરબાન નહી પરંતુ ઓળઘોળ થઇ ગયા હોય તેવું લાગી રહ્ય્ છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીરના જંગલોથી માંડીને ખાંભા અને ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ઉભાપાકને ભારે નુકસાન થયું છે. થોડા દિવસો ઉઘાડ રહ્યા બાદ ગીરના જંગલમાં બે કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્્યો છે. બીજી તરફ ખાંભામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ભાવનગર પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વિજળી પડવાના કારણે એકનું મોત નિપજ્યું છે.
ગીરના જંગલમાં ૨ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્્યો છે. પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. આજે ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જેના પગલે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતીનું સર્જન થયું હતું. છેલ્લે બચેલો કુચેલો પાક પણ બળીને ખાખ થઇ ગયો હતો. ખાંભા, નાનુડી, ઉમારીયા, તાતણીયા, ખડાધાર, મહુવા, તળાજા સહિતનાં વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોએ પોક મુકીને રોવાના દિવસો આવ્યા હતા. આ ઉપરાંત ગીરના જંગલમાં ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા પાંચ દિવસ રાવલ ડેમમાં ફરી એકવાર પાણી આવવાનું શરૂ થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.