સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર

ગુજરાત
ગુજરાત

છોટા ઉદેપુરના સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર કરાયું છે.છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું મતદાન ગઈકાલે તા. 15/01/2023ના રોજ થયું હતું. જેની મત ગણતરી આજરોજ યોજાઈ હતી. સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અગાઉ વેપારી વિભાગના 4 તેમજ સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગના 2 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જેને લઇને માત્ર ખેડૂત વિભાગના 10 ડિરેક્ટર માટેનું ચૂંટણી યોજાઈ હતી. જેમાં 537 મતદારોએ મતદાન કર્યું હતું. જેનું પરિણામ આજરોજ જાહેર કરાતા ખેડૂત વિભાગના ડિરેક્ટર તરીકે યોગેન્દ્રસિંહ છત્રસિંહ વરણામિયાને 422 મત, કુલીન કંચનભાઈ પટેલને 370 મત, ભૌમિક હરીશભાઈ દેસાઈને 365 મત, ચેતનર કાંતિભાઈ પટેલને 360 મત, ભાવેશ દિનેશભાઈ પટેલને 339 મત, ખુમાનસિંહ રઘુનાથસિંહને 326 મત, રાજેશ અનીરૂદ્ધભાઈ પટેલને 307 મત, નરહરિ ભગવાનભાઈ પટેલને 293 મત, ભાલચંદ્ર જીવણભાઈ બારીયાને 269 મત અને જીગ્નેશ કંચનભાઈ અમીનને 246 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ સૌથી વધુ મત મેળવનાર 10 જણા છે.


અગાઉ વેપારી વિભાગના 4 ડાયરેક્ટરો સંજય.સી.દેસાઈ, હિતેશ.આર.શાહ, હિતેશ.એન. વસાવા, બાદલ.એન.પટેલ તેમજ સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં રમેશ દામોદરભાઈ ભગત અને હેમરાજસીંહ (શિવ) મહેન્દ્રસિંહ મહારાઉલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.