સ્વચ્છતા સર્વેમાં સુરતની મોટી છલાંગ ૧૪મા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યુ

ગુજરાત
ગુજરાત

ન્યુ દિલ્હી : કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટની જાહેરાત કરી છે. સતત ચોથા વર્ષે ઈન્દૌર, દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબર પર ગુજરાતનું સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઈનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દૌરના લોકોનો આભાર માન્યો છે.
બીજી બાજુ એક લાખથી વધુની કેટગરીમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. અગાઉ ૧૪માં ક્રમેથી સુરત આ વર્ષે બીજા ક્રમે પહોંચ્યું છે. હરદીપ પુરીએ સુરત માટે સીએમ વિજય રૂપાણીની પ્રશંસા કરી હતી, જ્યારે નવી મુંબઈની સફળતા માટે સીએમ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામમાં ઈન્દૌર ફરી પ્રથમ ક્રમે રહ્ય્ છે. કુલ ૬૦૦૦ માર્કસમાંથી ઈન્દૌરને ૫૬૪૭.૫૬ માર્કસ મળ્યા છે. જ્યારે સુરત ૫૫૧૯.૫૯ માર્કસ સાથે દેશભરમાં બીજા ક્રમે રહ્ય્ છે.સુરતને આ માર્કસમાં સર્ટિફિકેશન, સર્વિસ લેવલ પ્રોગ્રેસ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, સિટીઝન ફિડબેકના આધારે આપવામાં આવ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.