સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને દિવ્ય શણગાર કરાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધનુર્માસ -શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો હતો. તેમજ ઉતરાયણ પર્વને લઈને હનુમાનજી દાદાની મૂર્તિની આસપાસ અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી કરાતું પ્રદર્શન બનાવવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા હતા.બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. હનુમાનજી મંદિર દ્વારા હિન્દુ ધર્મના દરેક વાર તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા વાર તહેવારે દાદાને વિશેષ શણગાર,અન્નકુટ ધરાવવામાં આવે છે.
આજે ધનુર્માસ અને શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો છે. તેમજ મંદિરના ગર્ભગૃહમાં દાદાની મૂર્તિની આસપાસ આબેહૂબ અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી કરાવતું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી નિહાળી ભક્તોમાં આનંદ છવાયો હતો.આજે પવિત્ર ધનુર્માસ અને શનિવાર દિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. તેમજ ઉતરાયણ પૂર્વ દિવસે હનુમાનજી દાદાના મંદિરના ગર્ભગૃહમાં આબેહૂબ અંતરિક્ષ યાત્રાનું પ્રદર્શન બનાવવામાં આવ્યું છે.ત્યારે વહેલી સવારથી ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી છે.તેમ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું.