સાબરકાંઠા પોલીસે ૨ કિલો અફીણ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા

ગુજરાત
ગુજરાત

રખેવાળ, હિમતનગર 
એક તરફ લોક ડાઉનમાં તમાકુ, ગુટખા ઉપર પ્રતિબંધ લદાયો છે.. ત્યારે બીજી બાજુ કેટલાક તત્વો આવા લોક ડાઉનમાં અફીણ જેવા માદક દ્રવ્યની હેરાફેરી કરતા અચકાતા નથી.. ત્યારે સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસ અને તલોદ પોલીસે બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન કરી ૨ કિલો અફીણ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે…

કોરોનાના કહેર બાદ ભારતભરમાં તમાકુ, ગુટખા, માવા જેવા વ્યસનો પર મનાઈ ફરમાવવામાં આવી છે.. ત્યારે આવા લોક ડાઉનના સમયમાં આજે સાબરકાંઠા પોલીસે ૨ કિલો અફીણ ઝડપી પાડ્યું છે… સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસ અને તલોદ પોલીસ તલોદ ખાતે પેટ્રોલિંગમાં હતા ત્યારે એ લોકોને સફેદ કલરની વારના ગાડીમાં અફીણ આવતું હોવાની બાતમી મળી હતી.. ત્યારે એસ.ઓ.જી પી.આઈ એમ.એમ.સોલંકી સહીત તલોદ પી.એસ.આઈ જી.એસ.સ્વામીએ ટી.આર.ચોકડી ખાતે વાહન ચેકિંગ શરુ કરેલું..જેમાં હરસોલ તરફથી આવતી સફેદ કલરની વર્ના ગાડી એ લોકોએ રોકીને તેમાં તપાસ હાથ ધરી હતી.. ત્યારે ડ્રાઈવર સીટની બાજુની સીટના નીચેથી ગુલાબી કલરની થેલીમાંથી ૨.૧૭૭ કિલોગ્રામ અફીણ મળી આવ્યું હતું…પોલીસે હાલ તલોદ રહેતા અને મૂળ રાજસ્થાનના કાર ચાલક પીન્ટુ રમેશભાઈ ડાંગી અને ભવરલાલ કરનાવજી ડાંગીની ધરપકડ કરી ૫૪૪૨૫ની કિમતનું અફીણ સહીત ૪ લાખની વર્ના ગાડી કબ્બ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી,.. હાલમાં અફીણનો જથ્થો કયાથી લાવ્યા અને કોને આપવાનો હતો એની તપાસ ચાલી રહી છે… જો કે આ લોકો હાલમાં તપાસમાં સહકાર નાં અપાતા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.