![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/daji.png)
સિહોરની રુદ્રા ગ્લોબલ ઈન્ફ્રા. ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2 શ્રમિકનું મોત ચાર ઘાયલ
ભાવનગરમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનાં સર્જાઈ છે. આ ઘટનાં ભાવનગરના સિહોરની રુદ્રા ગ્લોબલ ઈન્ફ્રા. ફેક્ટરીમાં બની છે. સિહોરની રુદ્રા ગ્લોબલ ઈન્ફ્રા. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકનાં મોત થયાં છે અને ચાર શ્રમિક ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર ભાવનગરના સિહોરની રુદ્રા ગ્લોબલ ઈન્ફ્રા. ફેક્ટરીમાં લોખંડ ઓગાળતા સમયે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે શ્રમિકોના મોત થયા છે અને ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે. ઘાયલ થયેલાં આ ચાર શ્રમિકોને સારવાર માટે ભાવનગર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
Tags bhavanagar india Rakhewal