રાજકોટમાં RTOની ડ્રાઈવ, ગ્રીનલેન્ડ ચોકડીએ LED લાઈટ લગાવીને જતાં 23 વાહનોને રૂ. 23 હજારનો દંડ ફટકાર્યો

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં RTOની ટીમ દ્વારા ગતરાત્રે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. LED લાઈટ લગાવતા વાહનોને કારણે અન્ય વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાનું સામે આવતા આરટીઓ કચેરીની ટીમ દ્વારા ગતરાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં LED લાઈટ લગાવીને જતા 23 વાહનોને રૂ.23,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.રાજકોટ ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, RTO કચેરીની ટીમ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગઈકાલે રાત્રે વાહનો ઉપર વધારાની LED લાઈટ લગાવીને ફરતા વાહનોની ચેકિંગ ડ્રાઈવ રોડ સેફ્ટીને ધ્યાને લઈ હાથ ધરવામાં આવી હતી. LED લાઈટ લગાવેલા વાહનોના કારણે રાત્રિ દરમિયાન ડ્રાઈવિંગ કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે અને અક્સમાત થવાની શક્યતા વધી જતી હોય છે. આ પરિબળો ધ્યાને રાખીને ડ્રાઈવ રાખવામાં આવી હતી.


RTO કચેરીની ટીમની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન 23 જેટલાં LED લાઈટ લગાવેલા વાહનોને રોકી રૂ. 23,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ LED લાઈટ દૂર કરવા સૂચના આપવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાઈવે ઉપર જે વાહનોમાં વધારાની એલઇડી લાઇટ લગાવેલી હોય છે. તેને કારણે રાત્રિના સમયે અન્ય વાહનચાલકોને વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને તેને કારણે અનેક વખત ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે આ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે આરટીઓ કચેરીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.