ગાંધીનગરમાં એક જ એમ્બુલન્સમાં 4 મૃતદેહોનો ખડકલો

ગુજરાત
ગુજરાત

કોરોનાના કારણે રાજ્યમાં ગંભીર સ્થિતિ છે. તેવામાં રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના કારણે મોતને ભેટનારના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે 24 કલાક સ્મશાનગૃહો ચાલુ રાખવા પડે છે. તેવામાં ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં ચાર-ચાર લોકોને અમાનવીય રીતે એક સાથે સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવ્યા હોવાની તસવીર વાઈરલ થઈ છે. પશ્ચિમના દેશોમાં એક જ એમ્બ્યુલન્સમાં જેવી રીતે ઘણા મૃતદેહોને અંતિમવિધિ માટે ખસેડાતા હતા તેવા દ્રશ્યો રાજ્યના પાટનગરમાં જોવા મળ્યા હતા. આરોગ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કારણે મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહોના ઢગલા થતા હોવાનો ઈન્કાર કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે જ આ સ્થિતિ ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાન આગળ આ સ્થિતિ હતી.

ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાન ગૃહ પર એક સાથે ચાર કોરોના દર્દીઓને અંતિમ વિધિ માટે ખસેડાયા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. મોતનો મલાજો ન જળવાતો નથી ત્યારે લોકો આ પ્રકારની કામગીરીથી નારાજ થયા છે. કોરોનાના કારણે ગાંધીનગરના સેક્ટર 30ના સીએનજી ગેસ આધારિત સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે ખસેડાયા હતા. ત્યારે જીજે 18 જી 8045 નંબરની એમ્બ્યુલન્સમાં એક સાથે ચાર ડેડબોડીને ખસેડાઈ હતી.

ગાંધીનગર મેયર રીટા પટેલે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આવું પહેલીવાર બન્યું છે. ત્યારે અમે જવાબદારો પાસે ખુલાસા માંગ્યા છે. શહેરના પ્રથમ નાગરિક તેમના વિસ્તારમાં આવી ઘટના બની હોવાનું કોઈપણ જાતના ખચખચાટ કર્યા વગર સ્વીકારીને માણસા, કલોલ જેવા શહેરોમાંથી પણ મૃતદેહો અહીં આવતા હોવાના અને કોરોનાના કારણે મરતા હોવાનું સ્વીકારીને શહેરના કોરોનાના કારણે ઓછા મોત થયા હોવાનું કહે છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનાના કારણે થતાં મોતના આંકડામાં ઘાલમેલ થતી હોવાનું લોકો ચર્ચી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.