સુરતમાં ધોળા દિવસે લૂંટારૂઓ બેફામ : જાહેરમાં 88 લાખની લૂંટ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં વિવિધ સ્થાનો પર ચોરીની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે સુરતના કામરેજ રોડ પર ધોળા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી અંદાજે 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે.સુરતના એક આંગડિયા પેઢીના કર્મચારીના અપહરણ બાદ લૂંટ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં આંગડિયાનો કર્મચારી મહિધરપુરાથી બસમાં બેઠો હતો. ત્યારે કામરેજ રોડ પર બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે.

આ વચ્ચે અંદાજે રૂ.88 લાખની લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી રહી છે. આટલી મોટી ચોરીની ઘટના બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વચ્ચે શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે હદને લઈ વિવાદ પણ સામે આવી રહ્યો છે. ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધવાને લઈ વિવાદ ચાલ્યો છે. બીજી તરફ આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, વેપારીને રિવોલ્વર બતાવી ટુવ્હિલર પર વચ્ચે બેસાડવામાં આવ્યો હતો. જે બાદ લૂંટારૂઓએ કામરેજ નજીક વેપારીને રસ્તામાં ઉતારી દીધો હતો.અને 88 લાખના હીરા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.