અંબાજીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળતા
આજે રવિવારે સવારે અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બે કલાકમાં જ અંબાજીમાં ખાબકેલા બે ઈંચ વરસાદથી રસ્તાઓ પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદને પગલે માર્ગો પર વાહનોના ટાયરો ડૂબી ગયા હતા તેટલું પાણી ભરાયું હતું. આખી સિઝનનો સૌથી વધુ વરસાદ આજે જ નોઁધાયો છે. પવિત્ર યાત્રાધામના બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે અંબાજી કરતાં તાલુકામથક દાંતામાં વરસાદ ઓછો છે.
આજે સવારે ખાબકેલા બે ઈંચ વરસાદને પગલે અંબાજીના રસ્તાઓ ઉપર પાણીની નદીઓ વહેતી થઇ છે. અંબાજીના માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હિલ્લોળા લેતા પાણી વચ્ચે વાહનચાલકોએ ભારે સંઘર્ષ વચ્ચે વાહન ચલવવાની ફરજ પડી રહી છે.
બનાસકાંઠા જિલ્લામા આગામી 48 કલાક દરમિયાનન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેને પગલે બનાસકાંઠા કલેક્ટર દ્વારા જિલ્લાના નાગરિકોને જરૂરી તકેદારી રાખવા તેમજ આપત્તિના સમયમા તાત્કાલિક સહાય માટે જિલ્લા કંટ્રોલરૂમના ફોન નંબર 02742-250627 પર સંપર્ક કરવા વિનંતી કરી છે.