રાજીનામાનો થયો વરસાદ હિંમતનગરમાં ભાજપના ઉમેદવારનો વિરોધ

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બીજેપી ઈશ્યુ કરેલ મેન્ડેટ બાદ ચોતરફ ઉકળતા ચરૂની સ્થિતિ છે. આપ-કોંગ્રેસની સાથે હવે ભાજપમાં પણ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા ભાજપના કાર્યાલય કમલમને કાર્યકરોએ બાનમાં લીધું હતુ અને સ્થિતિ એટલી વણસી ગઈ કે કમલમના દરવાજા બંધ કરવાની નોબત આવી ગઈ હતી.

જોકે હવે સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલ ઉમેદવારનો વિરોધ જોવા મળી રહ્યો છે. હિંમતનગરમાં બીજેપીના જાહેર થયેલ ઉમેદવાર વી ડી ઝાલાનો વિરોધ થઈ રહ્યો છે. કાર્યકર્તા અને પદાધિકારીઓએ વિરોધ દર્શાવવા રાજીનામા સોંપી દીધા છે.

વી ડી ઝાલાના વિરોધમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા ધરી દીધા છે. નગર પાલિકાના કોર્પોરેટરોએ પણ પોતાના પદેથી રાજીનામું આપ્યુંમળતી માહિતી પ્રમાણે ઝાલાના વિરોધમાં કુલ 22 પદાધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે પરંતુ હજી સુધી રાજીનામા સ્વીકારાયા નથી. મહત્વનું છે કેm સાંજ સુધીમાં ઉમેદવાર નહી બદલાય તો વધુ રાજીનામા પડવાની શક્યતા દેખાઇ રહી છે. છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.