જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલે ધ્વજ ફરકાવ્યો

ગુજરાત
ગુજરાત

આજે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે  જૂનાગઢમાં રાજ્યકક્ષાની ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવ્યો હતો. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.રા જ્યપાલ અને મુખ્યમંત્રી સહિત હાજર તમામ લોકોએ ધ્વજવંદન કર્યુ હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સમગ્રમાં 26મી જાન્યુઆરી પર્વની ઉજવણી ધામધૂમથી થઇ રહી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પ્રજાસતાક પર્વની ઉજવણીની માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે,અને ભારતવાસીઓ દેશ ભક્તિના રંગે રંગાઈ ગયા છે. જો કે, ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ‘નારી શક્તિ’નો પરચમ જોવા મળી રહ્યો છે. અશ્વદળ, શ્વાનદળ સહિત કુલ 25 પ્લાટુન પરેડમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં પાંચ મહિલા પ્લાન્ટુન છે.

આ મહિલા પ્લાટુનમાં જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગ અને એનએસએસની વિદ્યાર્થીઓની સમાવેશ થાય છે. ઉપરાંત 20 જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લઈ રહી છે, અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની 15 જેટલી વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.