GTU દ્વારા રેમડેસિવિરની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી, હવે નકલી ઈન્જેક્શનના વેચાણ પર લગામ લાગશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પેન્ડામિક સમય દરમિયાન અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ નકલી સેનેટાઈઝરના ટેસ્ટિંગ બાબતે ગ્રેજ્યુટ સ્કૂલ ઓફ ફાર્મસી કાર્યરત રહી છે. ત્યારે તાજેતરમાં જ GSPના આસિસ્ટન્ટ પ્રો. ડૉ કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ મલય પંડ્યા અને નિસર્ગ પટેલ દ્વારા રેમડેસિવિરની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે.

મહામારીનો સામે સંસ્થાઓએ આગળ આવવું પડશે

આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કોરોના જેવી રાષ્ટ્રીય મહામારીનો સામનો કરવા દરેક સંસ્થાઓએ આગળ આવવું પડશે. સરકારની મદદના ભાગરૂપે GTU દ્વારા રેમડેસીવરની યોગ્ય ચકાસણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને GSPના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે ડૉ. ઠુમ્મર અને રીસર્ચકર્તા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

GTU દ્રારા રીસર્ચ કર્તા વિદ્યાર્થીઓને મેથડ વિકસાવવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે.દરેક જન સામાન્યથી લઈને વિવિધ સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ આ સેવાનો લાભ વિનામૂલ્યે આપવામાં આવશે. ‌GTUના કુલપતિએ ઇન્ડિયન ફાર્મા કોપીયા કમિશન અને FDCA કમિશનરને પણ પત્ર લખીને આ સંદર્ભે જાણ કરી છે. જેનાથી વધુમાં વધુ લોકોને આ સુવિધાનો લાભ મળે તથા કેટલાક અસામાજીક તત્વો કે‌ જેઓ નકલી રેમડેસીવરનું ઉત્પાદન કરીને ઉંચી કિંમતે વેચાણ કરે છે. તેઓ પર લગામ લાગશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.