ગુજરાતનાં 8 જિલ્લામાં જાહેર કરાયુ વરસાદનું રેડ એલર્ટ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં હાલ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોય તેવું પણ સ્પસ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે હવે દ્વારકાથી લઇને જૂનાગઢ અને પોરબંદરથી લઇને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને નદીઓ ગાંડીતૂર બની છે. ગામડાઓ જળબંબાકાર થયા છે અને જળાશયોમાં આવ્યા છે નવા નીર. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર રીતે મેહુલિયો વરસ્યો છે. હજુ પણ આગામી 48 કલાક સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાં વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ, બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ પડી કે છે. રાજ્યના 8 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આવતીકાલે ચાર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.