પાવાગઢ જતા પહેલા વાંચી લેજો…સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ સુધી રોપ વે સેવા રહેશે બંધ

ગુજરાત
ગુજરાત

યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 18 થી 23 માર્ચ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. મેઇન્ટેનન્સની કામગીરીને લઇ રોપ-વે સેવા કુલ 6 દિવસ સુધી બંધ કરાઇ છે. તેમજ 24 માર્ચથી રોપ-વે સેવા ફરીથી શરૂ કરાશે. માઈભક્તોને દર્શન કરવામાં તક્લીફ ન પડે તે માટે આ સમાચાર ખાસ શેર કરજો જેથી કરીને પ્રવાસ દરમિયાન તક્લીફ ન પડે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધા મરામતને કારણે 6 દિવસ બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. 18મીથી શક્તિપીઠ પાવાગઢ ખાતે 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. એન્યુઅલ મેઇન્ટેનન્સને લઈને આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.