6.5 કિમી લાંબી મેટ્રો ટનલ તૈયાર દેશી બોરિંગ મશીનોનો ઉપયોગ, મશીન ઓપરેટર પણ દેશના

ગુજરાત
ગુજરાત

શહેરમાં મેટ્રો ટ્રેન માટે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી 6.5 કિલોમીટર લાંબી ટનલ તૈયાર કરવામાં આવી છે. આ ટનલ એપેરલ પાર્કથી કાલુપુર સુધી અને કાલુપુરથી શાહપુર સુધી બે ભાગમાં તૈયાર કરવામાં આવી છે. મોટેભાગે કોઈ ટનલ બનાવવા માટે વિદેશથી ટનલ બોરિંગ મશીનો મંગાવવામાં આવે છે પરંતુ આ ટનલ બનાવવા બે ટનલ બોરિંગ મશીન વિદેશથી લાવવાની સાથે બાકી મશીનો ભારતમાં જ તૈયાર કરાયા હતા. મશીનો ઓપરેટ કરવા ઓપરેટર વિદેશથી બોલાવવાના બદલે દેશના જ ઓપરેટરની મદદ લેવાઇ હતી.

કાલુપુરથી શાહપુર સુધીના રૂટ પર ટનલની કામગીરી ચાલુ હતી અને ઘીકાંટા સુધી ટનલ બની ત્યારે જ કોરોના મહામારીના પગલે લોકડાઉન જાહેર થતા શ્રમિકો વતન જતા રહ્યા હતા. જો કે જૂન મહિનામાં અનલોક જાહેર થયા બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરના અધિકારીઓ નિષ્ણાંત કારીગરોને ઓરિસ્સાથી ફ્લાઈટમાં તેમજ ટ્રેન દ્વારા પરત લાવી સ્થાનિક શ્રમિકોની મદદથી ટનલની કામગીરી ઝડપી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં કાલુપુરથી ઘીટાંકા સુધી પેસેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે પૂર્ણ થયા બાદ સેગમેન્ટ લગાવી ટ્રેક અને સિગ્નલ સિસ્ટમની કામગીરી શરૂ કરાશે.

એપેરલ પાર્કથી કાલુપુર સુધી ટનલ તૈયાર થયા બાદ તેમાં 1.20થી 1.40 મીટર લાંબા અને 275 મીમી થિકનેસ ધરાવતા સેગમેન્ટ લગાવી દેવાયા છે. આકસ્મિક ઘટના સમયે પેસેન્જરોની સુરક્ષા માટે 5 જગ્યાએ પેસેજ તૈયાર છે. હાલ ટનલમાં ટ્રેક અને સિગ્નલ સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.