દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, સુરતમાં 2.4 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના વાંસદામાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે તાપી જિલ્લાના કુકરમુંડામાં પણ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાત્રી દરમિયાન સુરત સિટીમાં 2.4 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી ઠેર-ઠરે પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા.

બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે મૂવમેન્ટ કરતા 23 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદામાં 4.5, કુકરમુંડામાં 4 ઈંચ, ઉમરપાડા અને કપરાડામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ રાત્રે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રે 2.4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરના ચોક બજાર, હોળી બંગલા, વરિયાવી બજાર, ખાજા દાના રોડમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.