ગુજરાતમાં રીકવરી રેટ 97.5 ટકા થયો, હવે ત્રીજા વેવની તૈયારી સરકારે કરી દીધી છેઃ વિજય રૂપાણી

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાશે જેમાં તેઓ મોટી જાહેરાત કરી શકે છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે અને ખૂબજ ઝડપથી કંટ્રોલમાં પણ આવી ગઈ છે. ત્યારે ત્રીજી લહેરની શક્યકતાઓ વચ્ચે સરકાર દ્વારા શું તૈયારીઓ કરાઈ છે અને તેને પહોંચી વળવા માટે કયા પગલાં લેવામાં આવશે તેને લગતી જાહેરાત કરી શકે છે. તે ઉપરાંત આરોગ્યલક્ષી જાહેરાત થવાની પણ શક્યકતાઓ સેવાઈ રહી છે. હોસ્પિટલના સ્ટાફ અંગે પણ જાહેરાત થઈ શકે છે.

​​​​​​​લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.

​​​​​​​રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS, TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.

​​​​​​​રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.