કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે, સેશન્સ કોર્ટે 90 દિવસ સુધી રાજ્ય બહાર જવા માટેની અરજી ફગાવી

ગુજરાત
ગુજરાત

કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જે મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.

આ પહેલાં હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જેનો સરકારે એવું કહીને વિરોધ કર્યો હતો કે હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવો યોગ્ય નથી. માત્ર કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હોવાથી જવા દેવાય એ યોગ્ય નથી, કાયદો તમામ માટે સરખો છે. અન્ય રાજ્યની શાંતિનો ભંગ થતી હોવાની પણ રજૂઆત કરી હતી.

વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણીજોઈને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઈ રહ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.