આજે રાજ્યના ૬૬ તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છના ભુજમાં અઢી કલાકમાં અઢી ઈંચ વરસ્યો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ફરી વરસાદ જોર પકડતો હોય તેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં આજે કચ્છમાં માત્ર અઢી કલાકમાં જ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત રાજ્યના ૬૬ તાલુકામાં વરસાદ નોઁધાયો છે. રાજ્યમાં આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા દરમિયાન પાદરામાં ૨૦ મિમિ, ડભોઈમાં ૧૫ મિમિ, માણસા, કચ્છના માંડવી અને કોડીનારમાં ૧૨-૧૨ મિમિ, કુકરમુંડા અને ખંભાળિયામાં ૧૧-૧૧ મિમિ, લાઠીમાં ૧૦ મિમિ, જ્યારે ગીર ગઢડા અને વંથલીમાં ૮- ૮ મિમિ, સાવરકુંડલામાં ૭ મિમિ. જ્યારે જાફરાબાદ, હાંસોટ તાલાલા, ધ્રોલ, કાલાવડ,ભેસણ અને રાજકોટ ૬-૬ મિમિ. તેમજ રાજૂલા, જૂનાગઢ અને ડેડિયાપાડામાં ૫-૫ મિમિ વરસાદ નોંધાયો છે.

ગઈકાલે જાંબુઘોડામાં ૩૦ મિમિ, ધ્રાંગધ્રામાં ૨૩ મિમિ, બરવાળામાં ૨૦ મિમિ, ગઢડા અને ધરમપુરમાં ૧૭-૧૭ મિમિ, ભજુ અને બાવળામાં ૧૬-૧૬ મિમિ., ગાંધીનગરમાં ૧૫ મિમિ, વલ્લભીપુર અને વલસાડમાં ૧૪-૧૪ મિમિ, જ્યારે જેતપુર પાવી, ચીખલી અને વાંસદામાં ૧૩-૧૩ મિમિ, ભચાઉ, વિજાપુર, કલ્યાણ, વિસાવદર, અમદાવાદ શહેર, કરજણ અને નવસારીમાં ૧૨-૧૨ મિમિ, મોડાસા, દ્વારકા અને પારડીમાં ૧૧-૧૧ મિમિ, જ્યારે સાંતલપુર, માલપુર, તાલાલા અને ભાવનગરના મહુવામાં ૧૦-૧૦ મિમિ વરસાદ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.