ગુજરાતમાં મેઘાની જમાવટ : જામનગરમાં ૩પ ઈંચ વરસાદ

ગુજરાત
ગુજરાત

જામનગર : જામનગર તેમજ આસપાસના વિસ્તારમાં સતત બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ પડતા જિલ્લાના ૨૪ જળાશયોમાંથી ૧૬ ડેમ ઓવરફ્લો થઇ ચુક્્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાવચેત કરાયા છે. તો જામનગરના દરેડ પાસે આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પણ પાણીમાં ગરક થઇ ગયું છે. હાલારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે મેઘરાજાએ મુકામ કરતા આખા જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં જામનગરમાં ૫ ઈંચ, કાલાવડમાં ૩ ઇંચ, ધ્રોલમાં ૬ ઈંચ, લાલપુરમાં ૩ ઈંચ, જામજાેધપુરમાં દોઢ ઈંચ, તો સૌથી વધારે જાેડીયામાં ૧૬ ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી બાજુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને નુકસાન થવાથી હવે તો મેઘરાજા ખમૈયા કરે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.  જામનગરમાં વરસાદના કારણે શહેરના લીમડાલાઇન, બેડી ગેટ, પંચેશ્વર ટાવર, વાલ્કેશ્વરી નગરી જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો શહેરની મધ્યમાં આવેલ તળાવની આસપાસના કોમ્પ્લેક્ષમાં પાણી ભરાયા હતા. જામગનર અને જિલ્લામાં શનિવાર અને રવિવારના હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ ખાબકયો હતો. સતત ધાબડીયા વાતાવરણથી શહેરીજનો અકળાઇ ઉઠયા છે અને તડકો નીકળે તેમ લોકો ઇચ્છી રહ્યા છે. હાલ જામનગરના જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ અને સસોઈ ડેમ બીજી વાર ઓવરફ્લો થઇ ગયા છે. એટલે કે જિલ્લાના ૨૪ જળાશયોમાંથી ૧૬ ડેમ ઓવરફ્લો થઇ ચુક્્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાવચેત કરાયા છે. જામનગરના દરેડ નજીક આવેલ ખોડિયાર માતાજીનું મંદિર ઉપરવાસમાં ભારે વરસાદ આવતા ત્યાંથી નીકળતી રંગમતી નદીના પાણીમાં ગરકાવ થયું છે. સાથે-સાથે રંગમતી નદીનું પાણી શહેરના નાગેશ્વર પાસે આવેલ બાપા સીતારામ મંદિર અને ખોડિયાર મંદિર પાસે પણ પાણી આવી ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.