રાજ્યમાં રોજના ૧૫૦૦૦ ટેસ્ટ : નવા ૧૦૮૧ કેસ થયા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : એક તરફ કોરોના મહામારી કેડો છોડી રહી નથી તો બીજી બાજુ વહીવટીતંત્ર આનાથી પીછો છોડાવવા નક્કર પગલાં લઈ રહ્યું છે. રાજ્યમાં રોજ રોજ ૧૪થી ૧૫ હજાર કોરોના સંદર્ભે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે કુલ ૧૩૯૪૪ ટેસ્ટ કરવામાં આવ્યા. જે રાજ્યની વસતિને જાેતા પ્રતિદિન ૨૧૪.૫૨ ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા જાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬,૨૦,૬૬૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યભરના વિવિધ જિલ્લામાં ૧૦૮૧ દર્દી નોંધાયા છે. જ્યારે ૭૮૨ દર્દી સાજા થઈને ઘરે પહોંચ્યા છે.
દરમિયાનમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૪,૫૭,૩૧૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. જે પૈકી ૪,૫૫,૫૮૫ વ્યક્તિઓ હોમક્વોરન્ટાઈન છે. જ્યારે ૧૭૩૨ વ્યક્તિને ફેસેલિટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવી છે. રાજ્યમાં આજે કુલ ૨૨ જણાના મોત થયા છે જેમાં સુરતમાં ૧૦, અમદાવાદમાં ૪, વડોદરામાં ૨, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને સુરતમાં ૧-૧ વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં કુલ એકટીવ કેસની સંખ્યા ૧૨,૭૯૫ છે. જેમાંથી ૧૨,૭૦૮ લોકો સ્ટેબલ છે તથા ૮૭ જણા વેન્ટીલેટર ઉપર છે. સમગ્રતઃ ડીસ્ચાર્જ લોકોની સંખ્યા ૩૯,૬૧૨ થઈ છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૨૩૦૫ પર પહોંચ્યો છે. દેશમાં નવા નોંધાયેલા કેસની સંખ્યાની દૃષ્ટીએ ગુજરાત ૧૧માં ક્રમે છે. જ્યારે આ બાબતે મહારાષ્ટ્ર ૯૬૧૫ કેસ સાથે ટોચ પર છે. આંધ્રપ્રદેશમાં આજે ૮૧૪૭, તમિલનાડુમાં ૬૭૮૫, કર્ણાટકમાં ૫૦૦૭, ઉત્તરપ્રદેશમાં ૨૬૬૭, બિહારમાં ૧૯૪૬, તેલંગાણામાં ૧૬૪૦, ઓરિસ્સામાં ૧૫૯૪ અને આસામમાં ૧૧૩૦ કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.