રાજકોટ ST ડિવીઝનની છેલ્લા પાંચ મહિનાથી બંધ 21 ગ્રામ્ય રૂટની બસ આજથી શરૂ

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારીને કારણે છેલ્લા પાંચ મહિનાથી રાજકોટ ST ડિવીઝનની ગ્રામ્ય રૂટની બસ બંધ છે. પરંતુ આજથી 21 રૂટની બસનો બપાર બાદ શરૂ કરવામાં આવી છે. આથી ગામડાના લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

રાજકોટ ડેપો મેનેજર એન.બી. વરમોરાએ જણાવ્યું હતું કે,​​​​​​​ રાજકોટ ST ડિવીઝન દ્વારા રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, મોરબી, લીંબડી, વાંકાનેર, ધ્રાંગધ્રા, જસદણ અને ચોટીલા ડેપોને 147 થર્મલ ગન ફાળવવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી ટ્રીપ સિવાય લોકલ નાઈટ આઉટ અને ડે આઉટ સિવાય લોકલ નાઈટ ટ્રીપનું સંચાલન કરવાનું રહેશે. નવી થર્મલ ગનથી યાત્રીઓનું ચુસ્તપણે ટેમ્પરેચર ચેક કરવાનું રહેશે. રાજકોટ ડેપોમાં 25 જેટલી ટેમ્પરેચર ગનની ફાળવણી કરવામાં આવી છે. ગોંડલ ST ડેપો સોમવારથી ગ્રામ્ય રૂટ પર બસ દોડાવશે. ગ્રામ્ય વિસ્તારને કોરોના સંક્રમણથી દૂર રાખવા ગ્રામ્ય વિસ્તારની ST બસ રૂટ બંધ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.