રાજકોટ મનપાની ફૂડ શાખાને ઉતરાયણના બે દિવસ પહેલા ચેકીંગ કરવા યાદ આવ્યું
મકરસંક્રાતિ પર્વને આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે મનપાની ફૂડ શાખાને લોકો આ દિવસોમાં જે વસ્તુ વધારે પ્રમાણમાં આરોગતા હોય તે ચીક્કીના ઉત્પાદકો અને વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કરવાનું યાદ આવ્યું છે. આજે રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ વિભાગ ટીમ દ્વારા ચીક્કી બનાવતા ઉત્પાદકોને ત્યાં ચકાસણી કરી 10 જેટલા સેમ્પલ લઇ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, આજની ચેકીંગ પ્રક્રિયા દરમિયાન કોઈપણ જગ્યાએથી કશું અખાદ્ય હાલતમાં પદાર્થ કે ખુલ્લામાં કે વાંસીમાં પડેલ પદાર્થ મળી આવ્યો નથી.પુષ્કળ પ્રમાણમા વપરાશમાં લેવામાં આવતી ચીકીના ઉત્પાદકો તથા વેપારીઓને ત્યાં સધન ચકાસણી હાથ ધરી FSSA-2006 મુજબ કુલ 10 નમૂના લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપેલ છે. જે 10 જગ્યાએ ચેકીંગ કરી નમૂના લેવામાં આવ્યા તેની માહિતી નીચે મુજબ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. જેમાં 13 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ છે.ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ફેમસ વડાપાઉં, શ્યામ ડેરી ફાર્મ, જગદીશ ગાંઠિયા, મયુર દાળપકવાન, જય માતાજી ચોરાફળી, શક્તિ ડેરી, સત્યમ શિવમ સુંદરમ પાણીપુરી, વેલનાથ ઘૂઘરા, નકલંક વડાપાઉં, જનતા તાવડો, મોમાઈ ફરસાણ, જે.કે. ફરસાણ અને મચ્છુ ડેરી સહિત તમામને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ છે તથા ક્રિષ્ના દાળ પકવાન, મોગલ ડેરી ફાર્મ, ચામુંડા ફરસાણ, ભગીરથ ફરસાણ, ક્રિષ્ના ફરસાણ, મોમાઈ ડેરી, દ્વારકેશ ડેરી ફાર્મ, વાળીનાથ ઘૂઘરા, ગણેશ ડેરી & ફરસાણ, ક્રિષ્ના બેકરી અને પટેલ વિજય ફરસાણની ચકાસણી કરવામાં આવેલ છે.