રાજકોટ : કોરોના વાઇરસથી રાજકોટમાં પ્રથમ મોત, ૬૦ વર્ષની મહિલાએ સારવારમાં દમ તોડ્યો
રખેવાળ, રાજકોટ.
કોરોના વાઇરસથી રાજકોટમાં પ્રથમ મોત થયું છે. ૬૦ વર્ષની મહિલાએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. જંગલેશ્વરમાં શેરી નં.૨૫માં રહેતા મોમીનબેન ઝીકરભાઇનું મોત નીપજ્યું છે. તેઓ કોરોનાની સાથે બ્લડ પ્રેશરના પણ દર્દી હતા. ૨૧ એપ્રિલના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. પરંતુ આજે બપોરે ૨ વાગ્યે તબિયત લથડતા વેન્ટિલેટર પર લીધા હતા. પરંતુ દોઢ કલાકમાં જ દમ તોડી દીધો હતો.
રાજકોટમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સમરસ હોસ્ટેલના ક્વોરન્ટીનમાંથી જ ત્રણેય કેસ પોઝિટિવ આવ્યા છે. સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયેલા ૭ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૩ને પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ ત્રણમાંથી અગાઉ જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ આવેલા સમાજ સેવક મુન્નાબાપુના પત્નીને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ ત્રણેય કેસ જંગલેશ્વરના જ છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૫૯ થઇ છે. જેમાં ૪૮ કેસ તો જંગલેશ્વરના છે. રાજકોટમાં ૧૫ દર્દી સાજા થયા છે જ્યારે ૪૪ દર્દી સારવાર હેઠળ છે. ભાવનગરમાં વધુ બે વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. ભાવનગરમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૪૬ થઇ છે. શહેરના સ્ટેશન રોડ અમીપરા વિસ્તારમાં રહેતા પુષ્પાબેન કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૬૫)ને ૧૭ એપ્રિલના રોજ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ત્યારથી તેના પતિ કિશોરભાઇ અમીચંદ સોલંકી (ઉ.વ.૬૫) અને તેના સંબંધી જય હિતેશભાઇ સોલંકી (ઉ.વ.૧૦)ને સમરથ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા હતા. જેના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાતા બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટમાં ગઈકાલે દિવસ દરમિયાન ૯ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજે વધુ ૩ પોઝિટિવ કેસ ક્વોરન્ટીન કરેલા લોકોમાંથી નોંધાયા છે. સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરેલા લોકોના નિયમાનુસાર સેમ્પલ લીધા બાદ ટેસ્ટ કરાતાં તેમાંથી ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આજે જે ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે તે અગાઉ કોરોના પોઝિટિવ આવેલા સમાજ સેવક મુન્નાબાપુના પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજના ૩ દર્દીમાં એક મહિલા, એક પુરુષ અને એક ૧૪ વર્ષના તરુણનો સમાવેશ થાય છે.
જંગલેશ્વરમાં આજે નોંધાયેલા ત્રણ કેસ
- રેશ્મા હબીબમીયા સૈયદ (ઉ.વ.૪૭ રહે. અંકુર સોસાયટી જંગલેશ્વર),
- ઇબ્રાહિમ કાસમ બાદી (ઉ.વ.૫૫ રહે. જંગલેશ્વર)
- પરવેઝ હુસેન પતાણી (ઉ.વ.૧૪ રહે. જંગલેશ્વર)નો સમાવેશ થાય છે.
કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થતા પાણીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પીવાનું પાણી તમામ જગ્યા પર પહોંચાડવામાં આવશે. આથી તમામ જિલ્લા કલેક્ટરને સુચના આપી દેવામાં આવી છે. પંપ મુકવા સહિત કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. પશુપાલન સહાય કચ્છના અમુક વિસ્તારમાં બાકી છે જે આવતા ટૂંક સમયમાં આપવામાં આવશે.