હનુમાનજીની મૂર્તિનાં ભીંત ચિત્રોને લઈને રાજભા ગઢવીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું..
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંચ ચિત્રોને લઈને રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ભક્તો બાદ સંત સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે અને વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આ વિવાદ પર હવે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ મેદાનમાં આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાજભા ગઢવીએ કહ્યું કે, મિત્રો ભીંત ચિત્રો કદાચ આપણે કઢાવી નાખીશું. વિવાદ કરશું એટલે ભીંચ ચિત્રો કાઢી નાખશે પણ એના ચીત્ત ચિત્રો હટાવવા પડશે. એમને આપણે અહીંથી એટલું જ કહેવાનું છે કે બિઝનેસ જ કરવો હોય હિરાનો કરો, બિલ્ડર છે, ડોક્ટર છે… ભગવાનને શું કામ આગળ કરો છો. સુરતમાં હિરાવાળા ઘણા લોકોએ દેશનું નામ આગળ કર્યું છે એવી જ રીતે બિઝનેસ કરો. એ બધા પદ્મશ્રી બન્યા છે. આપણી સામે પ્રત્યક્ષ રીતે કોઈ આવે ધર્મને ઠેસ પહોંચાડવા માટે તો આપણે સનાતનીઓ લડી લઈએ, પરંતુ ખબર ન પડે એમ કરે, આપણી સાથે રહેનારા આપણા ધર્મને નુકસાન કરે તે સામે વાળો નથી કરી શકતો.
તેમણે આગળ કહ્યું, સનાતન ધર્મ સામે ધૂળ ઉડાવવાનો પ્રયાસ કરે છે, સૂરજ સામે ધૂળ ઉડાડવાથી કંઈ ન થાય. આપણે સનાતન ધર્મના છીએ, બાળકોને મજબૂત બનાવીએ. ઘરથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે ઈષ્ટ કોણ, હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ, સંતોમાં હોય તો બજરંગ દાસ બાપા, આપા ગીગા, જલારામ બાપા બધા સંતોની ખબર હોવી જોઈએ.