વરસાદ બગાડશે નવરાત્રી! નવરાત્રીના પહેલા જ નોરતે ભારે વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.

રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે. 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ થશે. 2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.