વડાપ્રધાન મોદીએ પૂર્વ કેંન્દ્રિય મંત્રી ડો.એ.કે પટેલ સાથે ફોન પર ખબર અંતર પૂછ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે તા.૨૫/૪/૨૦૨૦ ના રોજ સવારે ૮.૧૫ કલાકે પૂર્વ કેંન્દ્રિય મંત્રી અને ભાજપના ૧૯૮૪માં ચુંટાયેલા પ્રથમ સાંસદ ડો.એ.કે પટેલ સાથે ફોન પર વાત કરી ખબર અંતર પૂછ્યા હતા અને કોરોના અંગેની વર્તમાન પરસ્થિતિ અંગે વાતચીત કરી હતી.
હાલ સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલ રાજ્યમાં લોકડાઉન છે. આ દરમિયાન પૂર્વ કેંન્દ્રિય મંત્રી અને ભાજપના પ્રથમ સાંસદ ડો.એ.કે પટેલને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોન કરી ખબર અંતર પુછ્યા હતા. ડો.એ.કે પટેલ સાથે વાત કરી એમનું અને એમના પરિવારની માહિતી મેળવી હતી અને ખબર અંતર પુછ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગુજરાત રાજ્યનો ચિતાર પણ એમની પાસેથી મેળવ્યો હતો.
આ પહેલા પણ ઊંઝાના પૂર્વ ધારાસભ્યને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા હતા. જૂના સંઘ પરિવારના નારાયણ કાકાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકડાઉનમાં ખબર અંતર લેવાતા નારાયણકાકા ગળગળા થયા હતા. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ માજી કેબિનેટ મંત્રી નરોત્તમ ભાઈ પટેલને ફોન કરી ખબર અંતર પુછ્યા હતા.