દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23મીએ ગાંધીનગર આવશે, સુરક્ષા માટે ગાંધીનગર પોલીસ એલર્ટ

ગુજરાત
ગુજરાત

દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23મીએ ગાંધીનગરના મહેમાન બની રહ્યા છે. ત્યારે સુરક્ષા તંત્ર, વહીવટી તંત્ર, પોલીસ તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે. જેથી સુરક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગુજરાત વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં કોવિડની ગાઈડ લાઈન મુજબ રાષ્ટ્રપતિનાં હસ્તે એવોર્ડ લેનાર તમામ વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવશે.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ગાંધીનગરના મહેમાન બની રહ્યા છે. ત્યારે સુરક્ષા તંત્ર ,વહીવટી તંત્ર, પોલીસ તંત્રમાં તૈયારીઓ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે. જેથી તેમની સુરક્ષાની તમામ તૈયારીઓનું નિરિક્ષણ પણ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. ગાંધીનગર કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયનો દીક્ષાંત સમારોહ 23મીએ વિશ્વ પ્રસિદ્ધ મહાત્મા મંદિરે યોજાવવાનો છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાસ ઉપસ્થિત રહેવાનાં છે, ત્યારે તેઓની સુરક્ષામાં પ્રોટોકોલ મુજબ કોઈ કચાશ ન રહી જાય તેની ખાસ તૈયારીઓ તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે.

સામાન્ય રીતે રાષ્ટ્રપતિની સુરક્ષામાં સેકટર-7, સેકટર – 21 અને ઈન્ફોસિટી પોલીસ મથકની પોલીસને વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. તે સિવાય 2 એસ.પી, 6 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 250થી 300નો પોલીસ કાફલો રાષ્ટ્રપતિની સુરક્ષામાં ગોઠવી દેવામાં આવશે. તે સિવાય ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોર્ડ તેમજ ટ્રાફીક પોલીસ પણ તૈનાત રહેશે. હાલમાં રાષ્ટ્રપતિની સુરક્ષા માટેનાં એસેસમેન્ટની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

રાષ્ટ્રપતિના આગમનનાં પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ તૈયારીઓ શરૂ કરાઈ છે. ડોક્ટરો સહિત નર્સિંગનો પણ સ્ટાફ આમાં ખડેપગે રહેશે. ઉપરાંત સિવિલ હોસ્પિટલ, મહાત્મા મંદિર તેમજ રાષ્ટ્રપતિના કોનવોયમાં તમામ મેડિકલનાં સાધનોથી ડોક્ટરોની ખાસ ટીમ તૈનાત રહેશે. તે સિવાય કોરોનાની ગાઈડન્સ મુજબ રાષ્ટ્રપતિના સંપર્કમાં આવનારા તમામ અધિકારી, કર્મચારી તેમજ તેઓના હસ્તે એવોર્ડ લેનારા પ્રત્યેક વિદ્યાર્થીઓનાં કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. જે તમામ વિગતોની જાણ ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડંટ નિયતિબેને કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.