સુરતમાં ઘરમાંથી રૂપિયા નહીં ગેસની બોટલો ચોરી કરતો, પોલીસે 25 ગેસના સિલિન્ડર કબજે કર્યા

ગુજરાત
ગુજરાત

સુરતના કપોદ્રા વિસ્તારમાં ગેસના સિલિન્ડર ચોરી થવાની અનેક ફરિયાદો કાપોદ્રા પોલીસને મળી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલા નાના મોટા 25 ગેસના સિલિન્ડર અને એક બાઈક મળી કુલ 88 હજારની મત્તા કબજે કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના કપોદ્રા વિસ્તારમાં બંધ ઘરમાંથી ગેસના સિલિન્ડર ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. આવી અનેક ફરિયાદો કાપોદ્રા પોલીસને મળી હતી જેથી કાપોદ્રા પોલીસે આ મામલે તપાસ કરી હતી. કાપોદ્રા પોલીસની તપાસમાં એક ઇસમ સીસીટીવીમાં જોવા મળ્યો હતો. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી રચના સર્કલ પાસેથી કતારગામ ખાતે રહેતા રમેશભાઈ ઉકાભાઈ પરમાર નામના ઈસમને ઝડપી પાડ્યો હતો.

પોલીસે પકડાયેલા ઇસમની કડક પૂછપરછ કરતા તેણે કાપોદ્રા અને ચોકબજાર વિસ્તારમાંથી નાના મોટા ગેસના 25 સિલિન્ડર ચોરી કર્યા હતા જે પોલીસે કબજે કર્યા છે, પોલીસ તપાસમાં કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે આરોપી દિવસ તથા રાત્રીના સમયે સોસાયટીની અંદર પ્રવેશ કરી બંધ મકાનનું તાળું ખોલી ગેસના બાટલાઓ ચોરી કરી કરી ફરાર થઇ જતો હતો.

એસીપી વીઆર પટેલ જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તારમાં દિવસ તથા રાત્રી દરમ્યાન બંધ ઘરની અંદર ડુપ્લીકેટ ચાવીથી તાળું ખોલી ઘરની અંદર પ્રવેશ કરી ગેસના સિલિન્ડરની ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ ચોકબજાર અને કાપોદ્રા વિસ્તારમાં ગેસની સિલિન્ડર ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.