ઉમેટા ગામના રહેણાંક વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી : 15 જુગારીઓ ઝડપાયા

ગુજરાત
ગુજરાત

આંકલાવ તાલુકાના ઉમેટા ગામના એક રહેણાંક વિસ્તારમાં રાત્રીના સમયે સ્ટ્રીટલાઈટના અજવાળે ચાલતા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડી 15 ઇસમોને ઝડપી લીધા છે. જોકે, જુગારધામ ચલાવનાર મુખ્ય સૂત્રધાર પોલીસને ચકમો આપી ભાગી જવામાં સફળ થયો છે.આંકલાવ તાલુકાના ઉમેટા ગામમાં પઠાણવાળા ફળિયામા આવેલ ખુલ્લી જગ્યામાં રાત્રીના સમયે કેટલાક ઈસમો ભેગા થઈ સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં હોવાની બાતમી આંકલાવ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત મોડી રાત્રે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી.

જેમાં એક ઈસમ પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ થયો હતો. જોકે પોલીસે સ્થળ પરથી પત્તાંપાનાનો જુગાર રમતા પ્રવિણભાઇ ઉર્ફે પરીયો શીવાભાઈ પઢિયાર, વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂ નરેન્દ્રસિંહ પઢિયાર, ફતાભાઇ ઉર્ફે રાજુ ભીખાભાઈ માછી, મનીષભાઈ પૂનમભાઇ રાવળ, જયેશભાઇ ઉર્ફે જલો રમેશભાઇ પરમાર, સિંકદર માનસિંહ વાઘેલા, રાજુભાઇ ભીખાભાઇ પઢીયાર, નરેશભાઈ હરીભાઇ રાવળ, જયરથભાઇ ઉર્ફે ઇલો ભીખાભાઇ ચૌહાણ, પરેશભાઇ ઉર્ફે પરીયો ગોપાલભાઇ વાળંદ, સચીનભાઈ કેશુભાઇ મકવાણા, વિક્રમભાઇ ઉર્ફે ભોલો ડાહ્યાભાઇ તળપદા, કરણભાઇ ભુપતભાઇ મકવાણા, યુવરાજભાઇ હકિમભાઇ મકવાણા અને દશરથભાઇ ઉર્ફે દશો ભીખાભાઇ ચૌહાણને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે આ પકડાયેલા ઈસમોની અંગજડતીમાંથી રોકડા રૂપિયા 26,230, દાવ ઉપરથી રૂપિયા 3350 તેમજ એક મોટરસાયકલ કિંમત રૂપિયા 25,000 મળી કુલ રૂપિયા 54,580 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આ પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતાં, ભાગી જનાર ઈસમ સંજયભાઇ ઉર્ફે લાખો રમણભાઇ રાવળ હોવાનું અને તે જ આ જુગારધામ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે પકડાયેલા પંદર ઈસમો તેમજ ભાગી જનાર મુખ્ય સુત્રધાર વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.